ગાંધીનગરની પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે 54મી રાષ્ટ્રીય રમત સ્પર્ધા અંતર્ગત છોકરીઓની ચેસ સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો. આ પ્રસંગે ઓલમ્પિયાડ 2022માં ભાગ લેનાર રાજ્યના પ્રથમ ચેસ ખેલાડી વિશ્વા વાસનવાલાએ પણ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું.
ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં દેશની વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોની 216 છોકરીઓ 17 વર્ષથી ઓછી અને 19 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં ભાગ લઈ રહી છે.