ગાંધીનગર જિલ્લાની કોલવડા આયુર્વેદ હોસ્પિટલમાં ઓગસ્ટ 2017 થી અત્યાર સુધીમાં 5 હજારથી વધુ લોકો મેદસ્વિતા મુક્ત થયા.
હોસ્પિટલના વૈદ્ય દક્ષેન ડી. ત્રિવેદીએ વધુ માહિતી આપતાં જણાવ્યું કે, જેઓ ઓબેસીટી સ્પેશિયલ ઓ.પી.ડી અંતર્ગત અત્યાર સુધી કરેલ કામગીરી અંગે જણાવે છે કે, મેદસ્વિતા મુક્ત અભિયાન પછી દર મહિને આશરે 100 જેટલા દર્દીઓ સ્પેશિયલ ઓબેસીટી ઓ.પી.ડી.મા સારવાર માટે આવી રહ્યા છે.અત્યાર સુધીમાં દસ દિવસથી એક મહિના સુધીમાં ઓછામાં ઓછું ૯ કિલો થી માંડીને ૨૫ કિલો સુધીનુ વજન ઉતરવાની સફળતા મળેલી છે
પંચકર્મ ટ્રીટમેન્ટ સિવાય ઓ.પી.ડી. લેવલે આયુર્વેદ દવાઓ, ડાયટ પ્લાન તથા એક્સરસાઇઝ પ્લાન પેશન્ટને આપવામાં આવે છે.
Site Admin | જુલાઇ 13, 2025 7:15 પી એમ(PM)
ગાંધીનગરની કોલવડા આયુર્વેદ હોસ્પિટલ દ્વારા 5 હજારથી વધુ લોકોને આયુર્વેદ ઉપચાર થકી મેદસ્વિતા મુક્ત કરાયા