જુલાઇ 26, 2025 3:53 પી એમ(PM)

printer

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતની તપાસ માટે બનાવાયેલી સમિતિએ તપાસ હાથ ધરી

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતની તપાસ માટે બનાવાયેલી સમિતિએ તપાસ હાથ ધરી છે. આ સમિતિ દ્વારા ઘટનાના સાંયોગિક પુરાવાઓ એકત્રિત કરાયા છે. આ દુર્ઘટનાને નજરે જોનારા લોકોના નિવેદન પણ લેવાયા છે. હવે ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળા- FSLની ટુકડી કારની ગતિ અંગે અહેવાલ તૈયાર કરશે તેમ ગાંધીનગરન જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક દિવ્યપ્રકાશ ગોહિલે જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.