ગાંધીનગરની મૅડિકલ કૉલેજમાં જૂના વિદ્યાર્થીઓ દ્વારા નવા વિદ્યાર્થીઓને હેરાન કરવાની ઘટના અંગે સરકારે કડક કાર્યવાહી કરી છે. તબીબી શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ આ અંગે જણાવ્યું, આ ઘટનામાં ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીને બે વર્ષ માટે અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને છ મહિના માટે કૉલેજમાંથી બહાર કઢાયા એટલે કે, સસ્પેન્ડ કરાયા છે. શ્રી પાનશેરિયાએ તમામ વિદ્યાર્થીઓને કોઈને ત્રાસ ન આપવા અને માનવતાનો ભાવ રાખવા પણ અપીલ કરી છે.
Site Admin | નવેમ્બર 24, 2025 7:17 પી એમ(PM)
ગાંધીનગરના મૅડિકલ કૉલેજમાં નવા વિદ્યાર્થીઓને હેરાન કરનારા જૂના વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા