ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પરની બે દિવસની રાષ્ટ્રીય પરિષદનો આજથી પ્રારંભ થયો. પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિક કેન્દ્રિત અભિગમ કેળવવા અને પાયાના સ્તરે જમીન અધિકાર સુનિશ્ચિત કરવા જમીન રેકર્ડના ડિજિટાઈઝેશન અને જમીની વહીવટમાં વિવિધ સ્વદેશી ટૅક્નૉલોજી સાધનોના ઉપયોગ પર ભાર મૂક્યો.
મુખ્યમંત્રીએ કહ્યું, આ પરિષદ રાજ્યોની શ્રેષ્ઠ પ્રથાઓની એકબીજા આપ-લે કરવા એક મંચ પૂરું પાડવાની સાથે-સાથે દેશમાં જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપનને મજબૂત બનાવશે.
ઉદ્દઘાટન સમારોહમાં નવી મહેસૂલ કચેરીઓનું ઉદ્ઘાટન, “મહેસૂલ ડાયરી” અને સંકલિત જમીન વહીવટ પ્રણાલિનું વિમોચન તેમજ વિચરતી જાતિઓને સ્વામિત્વ કાર્ડનું વિતરણ કરાયું. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયના ભૂમિ સંશાધન વિભાગ દ્વારા આયોજિત આ પરિષદમાં જમીન રેકર્ડ અને સુધારા, મહેસૂલ અદાલત, પુનઃસર્વેક્ષણ પ્રયાસ, આપત્તિ વ્યવસ્થાપન અને જમીન વહીવટ માટે માનવ સંશાધન સહિતના વિષય પર ચર્ચા સત્ર યોજાશે.
ઉલ્લેખનીય છે કે, આ પરિષદમાં વિવિધ રાજ્યોના મહેસૂલી વિભાગના પદાધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.
Site Admin | ઓક્ટોબર 3, 2025 3:13 પી એમ(PM)
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પરની બે દિવસની રાષ્ટ્રીય પરિષદનો આજથી પ્રારંભ થયો.
