ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલથી બે દિવસ પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાશે. કેન્દ્ર ગૃહ મંત્રી અમિત શાહ આ સંમેલનને ખુલ્લું મુકશે.આ સંમેલન અંગે પત્રકારોને સંબોધતા ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગના સચિવ અંશુલી આર્યાએ, જણાવ્યું કે આ બે દિવસથી સંમેલનમનો ઉદ્દેશ હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓ વચ્ચે સમરસતા અને સમન્વય વધારવાનો છે. આ બે દિવસના સંમેલન દરમિયાન વિવિધ સત્ર યોજાશે, અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના 6,000 થી વધુ અધિકારીઓ ભાગ લેશે.
તેમણે કહ્યું કે આ વર્ષના સંમેલન દરમિયાન ભારતીય નામના બહુભાષીય અનુવાદ ટૂલનો પણ શુભારંભ થશે અને કેટલીક નવી પહેલો પણ શરૂ કરાશે.
Site Admin | સપ્ટેમ્બર 13, 2025 4:10 પી એમ(PM)
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલથી બે દિવસ પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાશે
