ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 19, 2024 4:19 પી એમ(PM) | ભૂપેન્દ્ર પટેલ

printer

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ગુજરાત સેમિકનેક્ટ પરિષદ’નો પ્રારંભ થયો

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ગુજરાત સેમિકનેક્ટ પરિષદ’નો પ્રારંભ થયો છે. ગુજરાતના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા યોજાઇ રહેલી આ એક દિવસીય પરિષદમાં વિવિધ વિષયો અંગે આઠ સત્રો યોજાશે.. રાજ્યની સ્થાનિક કંપનીઓને સેમીકન્ડક્ટરની વૈશ્વિક કંપનીઓ સાથે જોડવા માટે આ પરિષદ યોજાઇ રહી છે.
ઉદઘાટન સત્રને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ પરિષદ રાજ્યને સુદ્રઢ ઇકોસિસ્ટમ સાથેનું સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર બનાવવાના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં એક મજબૂત પગલું સાબિત થશે..તેમણે વધુમાં કહ્યું કે, આ પરિષદ થકી સેમીકન્ડકટર ક્ષેત્રની વૈશ્વિક કંપનીઓ અને ગુજરાતની સ્થાનિક કંપનીઓ એક મંચ પર આવશે. જેના થકી સ્થાનિક પુરવઠા સાંકળ વધુ મજબૂત બનશે.
આજે યોજાયેલી ઉદઘાટન સત્રમાં માઇક્રોન, ટ્યુબ ઇનવેસ્ટમેન્ટ, તાઇવાનની PSMC કંપની, તાતા ઇલેક્ટ્રોનિક્સના સહિતની સેમિકન્ડકર ક્ષેત્રની ટોચની કંપનીઓના પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત 20થી વધુ રાષ્ટ્રીય અને આતંરરાષ્ટ્રીય સંસ્થાઓઓનાં પ્રતિનિધિઓ આ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે.