ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગામી 19મી જુલાઈના રોજ ગુજરાત સેમી કનેક્ટ પરિષદ યોજાશે

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગામી 19મી જુલાઈના રોજ ગુજરાત સેમી કનેક્ટ પરિષદ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ પરિષદને ખુલ્લી મુકશે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આ એક દિવસીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં પત્રકારોને માહિતી આપતાં, રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું કે, આ પરિષદનો ઉદ્દેશ્ય રાજ્યની સ્થાનિક કંપનીઓને સેમીકંડકટર ક્ષેત્રની વૈશ્વિક કંપનીઓ સાથે જોડવાનો છે.
તેમણે કહ્યું , આ પરિષદમાં સરકારી પ્રતિનિધિઓ, સેમી કંડકટર ક્ષેત્રની ટોચની કંપનીઓ, તેમજ ઓટોમેશન, ગેસ, ઇલેક્ટ્રોનિક્સ આઇટી, કેમિકલ અને તેને લગતા વિવિધ ક્ષેત્રોની સ્થાનિક કંપનીઓ ભાગ લેશે.