જાન્યુઆરી 9, 2026 2:35 પી એમ(PM)

printer

ગાંધીનગરના પિંડારડા ગામમાં એક વ્યક્તિને કૉન્ગો ફિવરના સક્રમણને લઈ આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી.

ગાંધીનગરના પિંડારડા ગામમાં એક વ્યક્તિને કૉન્ગો ફિવરના સક્રમણને લઈ આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. પશુઓ સાથે જોડાયેલા આ રોગથી પીડાતા આ દર્દીની હાલ અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આરોગ્યની 2 અને પશુપાલન વિભાગની એક ટુકડી પિંડારડા ગામમાં દેખરેખ રાખી રહી છે. દરમિયાન 339 ઘર અને એક હજાર 519 લોકોની ચકાસણી કરવામાં આવી છે.