ગાંધીનગરના પાલજ ગામની સરકારી પ્રાથમિક શાળાએ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે નવા વિક્રમ અને સિદ્ધિ મેળવી છે. શાળાને 900થી વધુ સિક્કાના સંગ્રહ બદલ “વર્લ્ડવાઈડ બૂક ઑફ રૅકોર્ડ”માં સ્થાન મળ્યું છે. જ્યારે ભારતીય ટૅક્નોલૉજી સંસ્થા – IIT પ્રેરિત “ક્યૂરિયોસિટી કાર્નિવલ – 2025” પ્રથમ ક્રમ અને રાજ્યકક્ષાનો “ક્લાયમૅટ ચૅન્જ ઍવોર્ડ 2025” પ્રાપ્ત કરનારી રાજ્યની અનોખી શાળા બની છે.
ઉપરાંત પ્લાસ્ટિકમુક્ત ગામ થકી આબોહવા પરિવર્તનની વિશેષ પહેલ શરૂ કરનારી શાળાને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. ક્લાઇમૅટ ચૅન્જ ઍવોર્ડ બદલ શાળાને એક લાખ રૂપિયાની ઇનામ પણ અપાયું.
Site Admin | નવેમ્બર 24, 2025 3:00 પી એમ(PM)
ગાંધીનગરના પાલજ ગામની સરકારી પ્રાથમિક શાળાએ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે નવા વિક્રમ અને સિદ્ધિ મેળવી