જુલાઇ 1, 2025 9:36 એ એમ (AM)

printer

ગાંધીનગરના દહેગામમાં ફૂડ પોઇઝનિંગની અસરની સારવાર લઇ રહેલા વિદ્યાર્થીઓની સ્થિતિમાં સુધારો

દહેગામ તાલુકાના ઝાંક ગામે આવેલી જે.એમ. દેસાઈ સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીઓને ગઇકાલે બપોરના ભોજન પછી ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્ટેલમાં રહેતા બાળકોની તબિયત લથડી હતી. જે ઘટના બાદ વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. સિવિલ સુપ્રિટેન્ડન્ટના જણાવ્યા મુજબ હાલમાં તમામ બાળકોની સ્થિતિ સુધારા પર છે અને તમામ બાળકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં જ કલેક્ટરે તાત્કાલિક ગાંધીનગર સિવિલ પહોંચી સારવાર મેળવતા બાળકોની મુલાકાત લઈ તેમના ખબરઅંતર પૂછ્યા હતા, તથા સિવિલના ડોક્ટર્સ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી પરિસ્થિતિ અંગેનો તાગ મેળવ્યો હતો. તેમજ બાળકોનો યોગ્ય અને ઝડપી સારવાર આપવા સૂચના આપી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.