ડિસેમ્બર 30, 2025 7:36 પી એમ(PM)

printer

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દેશનું પહેલું ભારતીય A.I. સંશોધન સંગઠન સ્થાપવા રાજ્ય સરકારની મંજૂરી.

ગાંધીનગરના ગુજરાત ઇન્ટરનૅશનલ ફાઈનાન્સ ટૅક સિટી – ગિફ્ટ સિટીમાં ભારતીય કૃત્રિમ બુદ્ધિમત્તા – A.I. સંશોધન સંગઠનની સ્થાપના કરાશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા સ્થાનિક ભારતીય ઔષધીય બનાવટ કંપનીઓના સંગઠન – IPAની ભાગીદારીથી તૈયાર થનારા આ સંગઠન માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. સંગઠનની પ્રવૃત્તિઓમાં A.I. સંશોધન અને વિકાસ, A.I. આધારિત ચીજવસ્તુઓ અને નિવારણના વિકાસ તથા શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સ્ટાર્ટ-અપ્સ અને સરકાર વચ્ચેના સહયોગનો સમાવેશ કરાયો છે.
સાથે જ જાહેર ખાનગી ભાગીદારી – P.P.P. ધોરણે આવા સંગઠનની સ્થાપના કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે. આ પહેલ A.I. માટે કુશળ અને ભવિષ્યનું માનવ સંસાધન બળ તૈયાર કરવાની સાથે A.I. ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક હરીફ નેતૃત્વ તરીકે પ્રસ્થાપિત કરશે. તેમજ ઉભરતી ટૅક્નોલૉજી નવીનતા માટે ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બનાવશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.