ગાંધીનગરના ખોરજ ખાતે મારૂતિ સુઝૂકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા 35 હજાર કરોડ રૂપિયાના રોકાણ થકી વાહનોના ઉત્પાદનનો પ્લાન્ટ તૈયાર કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને મારૂતિ સુઝૂકી વચ્ચે રોકાણ માટેના પત્ર સોંપવા માટેના કાર્યક્રમમાં આ નિર્ણય કરાયો હતો. તે મુજબ કંપની દ્વારા 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. તેના થકી અંદાજે 12 હજારથી વધુ લોકોને રોજગારીની તક મળશે.
તેમ જ આસપાસના વિસ્તારોમાં આનુષંગિક એકમ તથા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ – MSME એકમ વિકસાવવાથી સાડા સાત લાખથી વધુની પરોક્ષ રોજગારીનું સર્જન થવાની પણ શક્યતા છે. આ પરિયોજનાથી ગુજરાતની ઑટોમૉબાઇલ કેન્દ્ર તરીકેની ઓળખ વધુ મજબૂત બનશે એવો વિશ્વાસ રાજ્ય સરકારે વ્યક્ત કર્યો છે.
Site Admin | જાન્યુઆરી 17, 2026 2:32 પી એમ(PM)
ગાંધીનગરના ખોરજ ખાતે મારૂતિ સુઝૂકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા 35 હજાર કરોડ રૂપિયાના રોકાણ થકી વાહનોના ઉત્પાદનનો પ્લાન્ટ તૈયાર કરાશે.