ઇફકોના રિસર્ચ અને ડેવલપેમેન્ટના કારણે આજે નૈનો યુરિયા અને નેનો ડીએપીએ વિશ્વમાં ભારતની શાખ વધારી છે, તેમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું હતું.
ગાંધીનગરના કલોલ ખાતે ઇફકોના સ્વર્ણિમ જયંતી સમારંભમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇફકોની 50 વર્ષની યાત્રાને વર્ણવતા કહ્યું કે, ઇફકોએ લેબોરેટરીમાં થતાં આધુનિક પરિક્ષણોને જમીન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. શ્રી શાહે ઇફકોના બીજ અનુસંધાન એકમનું પણ ઉદઘાટન કર્યું હતું. તેમણે આશા વ્યક્ત કરતાં કહ્યું કે, જ્યારે ઇફકોની શતાબ્દિ મનાવાશે, ત્યારે પણ ઇફકોનો વિશ્વના સહકારી ક્ષેત્રમાં ડંકો વાગતો હશે.
Site Admin | એપ્રિલ 6, 2025 2:12 પી એમ(PM)
ગાંધીનગરના કલોલ ખાતે ઇફકોના સ્વર્ણિમ જયંતી સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું.