મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રકાર એક મધુપ્રમેહ-ગ્રસ્ત એક પણ બાળક સારવાર અને સુવિધાથી વંચિત ન રહી જાય તે માટેની વિશેષ વ્યવસ્થાની નેમ વ્યક્ત કરી. ગાંધીનગરથી મધુપ્રમેહ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા તેમણે કહ્યું, આ બીમારીથી પીડાતા બાળકોના સચોટ નિદાન અને સમયસર સારવારથી રોગને નિયંત્રિત કરવાનો સરકારનો સંકલ્પ છે.
શ્રી પટેલે વર્તમાન જીવનશૈલીમાં ફેરફાર લાવીને મધુપ્રમેહ જેવી બીમારી દૂર કરી શકાય તેમ જણાવતા લોકોને નિયમિત વ્યાયામ અને ભોજનમાં 10 ટકા તેલનો ઉપયોગ ઘટાડવા પણ અપીલ કરી. જ્યારે દૂરના વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં પણ આ રોગ માટેની સારવારમાં તમામ બીમારીથી પીડાતા તમામ બાળકોને આવરી લેવાનો અભિગમ પણ શ્રી પટેલે વ્યક્ત કર્યો.
Site Admin | ડિસેમ્બર 24, 2025 7:42 પી એમ(PM)
ગાંધીનગરથી મધુપ્રમેહ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ