ઓનલાઈન ખરીદી માટેની સરકારી વેબસાઇટ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ GeM દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માં 5 લાખ 40 હજાર કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી.ગઈકાલે GeM ના નવમા સ્થાપના દિવસે મુખ્ય કાર્યકારી અધિકારી મિહિર કુમારે જણાવ્યું હતું કે આ ડિજિટલ પ્લેટફોર્મે સરકારી ખરીદીને સુલભ, સમાવિષ્ટ અને અસરકારક બનાવી છે. શ્રી કુમારે જાહેર ખરીદીને વધુ સમાન અને સુલભ બનાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી.
Site Admin | ઓગસ્ટ 9, 2025 8:39 એ એમ (AM)
ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ GeM દ્વારા વર્ષ 2024-25માં 5 લાખ 40 હજાર કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી
