૨૦૨૦ માં ચીન સાથેની ગલવાન ખીણમાં થયેલી અથડામણના સંદર્ભમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા ભારતીય સેના વિશે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓ પર સર્વોચ્ચ અદાલતે નારાજગી વ્યક્ત કરી છે. સુનાવણી દરમિયાન અદાલતે શ્રી ગાંધીની ટિપ્પણીઓને મૌખિક રીતે ફગાવી દીધી હતી.
ન્યાયાધીશ દીપાંકર દત્તા અને એ.જી. મસીહની ખંડપીઠે કહ્યું કે વિપક્ષી નેતા હોવાને કારણે, શ્રી રાહુલ ગાંધીએ સંસદમાં આવી ટિપ્પણીઓ કરવી જોઈએ, નહીં કે સોશિયલ મીડિયા પર..
બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન – બીઆરઓના પૂર્વ નિયામકે દાખલ કરેલી ફોજદારી માનહાનિ કેસ પર મનાઇહુકમ મૂકતા, સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ વડી અદાલત દ્વારા કાર્યવાહી રદ કરવાના ઇનકાર સામે શ્રી ગાંધીની અરજી પર નોટિસ પાઠવી છે, અને વડી અદાલતના આદેશ પર ત્રણ અઠવાડિયાનો વચગાળાનો મનાઇ હુકમ આપ્યો.
Site Admin | ઓગસ્ટ 4, 2025 7:59 પી એમ(PM)
ગલવાન ખીણમાં થયેલી અથડામણ અંગે રાહુલ ગાંધીની કથિત અપમાનજનક ટિપ્પણી બદલ સર્વોચ્ચ અદાલત નારાજગી વ્યક્ત કરી
