ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 25, 2025 7:11 પી એમ(PM)

printer

ગયા વર્ષે રાજ્યના વીજગ્રાહકોને 2 હજાર 4 કરોડ રૂપિયાની રાહત અપાઈ છે

ગયા વર્ષે રાજ્યના વીજગ્રાહકોને 2 હજાર 4 કરોડ રૂપિયાની રાહત અપાઈ છે.વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે વર્ષ 2024-25
દરમિયાન વીજ દરોમાં બે વખત ઘટાડો કરવામાં આવ્યો છે. વીજ નિયમન પંચ દ્વારા આગામી સમીક્ષા ન થાય, ત્યાં સુધી રાજ્યના એક કરોડ 50 લાખ વીજગ્રાહકો માટે આ ઘટાડો લાગુ રહેશે.

શ્રી દેસાઇએ વધુમાં જણાવ્યું કે છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યની રિન્યૂએબલ ઊર્જા ઉત્પાદન ક્ષમતા 15 હજાર 400 મેગાવોટથી વધારી 32 હજાર 924 મેગાવોટ કરાઇ છે. તેમણે જણાવ્યું,વર્ષ 2070 સુધીમાં દેશનું કાર્બન ઉત્સર્જન ઝીરો કરવામાં રિન્યૂએબલ એનર્જી સ્રોતો મારફતે 100 ગીગાવોટ વીજ ઉત્પાદનનું રાજ્યનું લક્ષ્ય છે. અન્ય એક પ્રશ્નના જવાબમાં શ્રી દેસાઇ જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને વીજબીલમાં રાહત પેટે છેલ્લા બે વર્ષમાં 18 હજાર કરોડ રૂપિયાથી વધુની સબસીડી અપાઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.