નવેમ્બર 29, 2025 9:35 એ એમ (AM)

printer

ગત બે વર્ષમાં 13 લાખથી વધુ પ્રવાસીએ શિવરાજપુર દરિયાકિનારાની મુલાકાત લીધી

દેવભૂમિદ્વારકાથી 12 કિલોમીટર દૂર આવેલા શિવરાજપુર દરિયાકિનારાની ગત બે વર્ષમાં 13 લાખથી વધુ પ્રવાસીએ મુલાકાત લીધી. શિવરાજપુર ભારતના બ્લૂ ફ્લેટ બીચ એટલે કે, પર્યાવરણ અને પ્રવાસની સાથે દરિયાઈ જીવો માટે પણ મહત્વનું અને લાભદાયક સ્થળની યાદીમાં સામેલ છે.આંતર-રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામનાર શિવરાજપુર દરિયાકિનારો સ્થાનિક અને આંતર-રાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપીને તે રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે.ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ મુજબ, વર્ષ 2020માં બ્લૂ ફ્લેગ બિચ પ્રમાણપત્ર મળ્યા બાદ શિવરાજપુર દરિયાકિનારો ભારતના બ્લૂ ફ્લેગ બીચની યાદીમાં સામેલ થયો છે. પાણીની ગુણવત્તા, પર્યાવરણની જાળવણી, સુરક્ષા અને સેવાઓને આવરી લેતા 32 માપદંડના આધારે આ પ્રમાણપત્ર અપાય છે. આગામી જાન્યુઆરી મહિનામાં રાજકોટમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં પણ શિવરાજપુર જેવા પ્રવાસન આકર્ષણને ઉજાગર કરાશે.