છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં જાહેર ક્ષેત્રની બેંકોની કુલ બિન-કાર્યક્ષમ સંપત્તિ-NPAમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 2021 થી 2025 ના સમયગાળા દરમિયાન NPA 9.11 ટકાથી ઘટીને 2.58 ટકા થઈ છે. કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યુ હતું.
તેમણે કહ્યું કે, સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા NPA પુનઃપ્રાપ્ત કરવા અને ઘટાડવા માટે વ્યાપક પગલાં લેવામાં આવ્યા છે. શ્રી ચૌધરીએ ઉમેર્યું કે બિઝનેસ કોરસપોન્ડન્ટ્સની નિમણૂક અને ફૂટ-ઓન-સ્ટ્રીટ મોડેલ અપનાવવાથી બેંકોમાં NPA પુનઃપ્રાપ્તિના માર્ગને પણ વેગ મળ્યો છે.
Site Admin | જુલાઇ 22, 2025 7:50 પી એમ(PM)
ગત નાણાકીય પાંચ વર્ષોમાં જાહેર ક્ષેત્રની બેંકોની NPAમાં નોંધપાત્ર ઘટાડો
