અમદાવાદમાં સાબરમતી નદી પર બનેલા પ્રતિકાત્મક અટલબ્રિજની ગત ત્રણ વર્ષમાં 77 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે. તેના કારણે મહાનગરપાલિકાને 27 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 ઑગસ્ટ 2022ના રોજ સાબરમતી નદી પર અંદાજે 74 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અટલ બ્રિજને જાહેર જનતા માટે ખૂલ્લો મૂક્યો હતો. ત્યારથી અમદાવાદના લોકો સહિત દેશ—વિદેશના પ્રવાસીઓ માટે અટલ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ નિગમ લિમિટેડના આંકડા મુજબ, 31 ઑગસ્ટ 2022થી ઑક્ટોબર 2025 સુધીમાં 77 લાખ 71 હજાર 269 લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી. તેના કારણે મહાનગરપાલિકાને 27 કરોડ 70 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે. આ વર્ષે પણ ઍપ્રિલથી ઑક્ટોબર સુધીમાં જ આઠ લાખ 50 હજારથી વધુ પ્રવાસી અટલ બ્રિજની મુલાકાતે આવ્યા છે. સાથે જ મહાનગરપાલિકાએ અટલ બ્રિજ પાછળ કરેલા કુલ ખર્ચના 37 ટકાથી વધુની રકમ વસૂલ થઈ ગઈ છે.
Site Admin | નવેમ્બર 4, 2025 7:57 પી એમ(PM)
ગત ત્રણ વર્ષમાં 77 લાખથી વધુ મુલાકાતીઓએ અમદાવાદના અટલ બ્રિજની મુલાકાત લેતા 27 કરોડ રૂપિયાથી વધુની આવક