ગતિ શક્તિ યુનિવર્સિટી અને SAP લેબ્સ ઇન્ડિયા ઇનોવેશન પાર્કે કર્ણાટકના બેંગલુરુમાં દેવનહલ્લી ખાતે પાર્કના ઉદ્ઘાટન સમારોહમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.ગઈકાલે આ પ્રસંગે બોલતા, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, SAP લેબ્સ ઇન્ડિયા ઇનોવેશન પાર્ક ભારતની વિકાસગાથામાં સમયસર રોકાણ છે. શ્રી વૈષ્ણવે કહ્યું, તે 2047 સુધીમાં વિકસિત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનમાં મદદરૂપ છે.તેમણે કહ્યું, આ કેમ્પસ ભારતની પ્રતિભા અને નવીનતા ઇકોસિસ્ટમમાં વૈશ્વિક વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. તે એક વિશ્વસનીય ટેકનોલોજી ભાગીદાર તરીકે ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.
Site Admin | ઓગસ્ટ 6, 2025 10:19 એ એમ (AM)
ગતિ શક્તિ યુનિવર્સિટી અને SAP લેબ્સ ઇન્ડિયા ઇનોવેશન પાર્કે કર્ણાટકના બેંગલુરુમાં દેવનહલ્લી ખાતે પાર્કના ઉદ્ઘાટન સમારોહમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા
