ગણેશ ઉત્સવને પગલે રાજ્યમાં ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’નું આયોજન કરાશે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, ઓપરેશન સિંદૂર’ પર આધારિત સુશોભન અને પ્રધાનમંત્રીના ‘સ્વદેશી’ના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ એમ બે થીમ આધારે પંડાલની સ્પર્ધા યોજાશે.તમામ શહેરો અને જિલ્લાઓમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલો પૈકી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારને પાંચ લાખ રૂપિયા, બીજા ક્રમને ત્રણ લાખ અને ત્રીજા ક્રમને એક લાખ 50 હજારના પુરસ્કાર અપાશે.
Site Admin | ઓગસ્ટ 22, 2025 11:02 એ એમ (AM)
ગણેશ ઉત્સવને પગલે રાજ્યમાં ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’નું આયોજન કરાશે