ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 5, 2025 8:57 એ એમ (AM)

printer

ગઈકાલે 188 તાલુકામાં વરસાદ – આજે પણ સાર્વત્રિક વરસાદની આગાહી

રાજ્યભરમાં આજે પણ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે.ગઈકાલ રાત સુધીમાં રાજ્યના 188 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ સુરત જિલ્લાના પલસાણા અને બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં નોંધાયો છે. જ્યારે અડધા ઈંચથી ઓછો વરસાદ અંજાર, હિંમતનગર, કલોલ, અબડાસા, જેતપુર, ગોધરા અને ધાનપુર તાલુકમાં નોંધાયો છે.પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઈકાલે બપોર પછી વાતાવરણ બદલાતા ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. લગભગ દોઢ કલાક સુધી સતત વરસતા વરસતા રોડ પર પાણી વહેતા થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સરસ્વતી તાલુકામાં સૌથી વધુ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લાના મહુવા અને ઉમરાળામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલ્ભીપુરમાં એક ઈંચ, ભાવનગર શહેર સહિત અનેક વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકમાં આવેલ મુક્તેશ્વર ડેમ અને પાણીયારી ધોધ ખાતે આગામી 30 નવેમ્બર સુધી તંત્રએ લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુક્યો છે.રાજકોટ જિલ્લામાં પડેલ વરસાદના લીધે નવા નીરની આવક થઈ છે. આજી-2 ડેમના 3 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા છે. જેથી ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢડા સહિત અનેક ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા તાકીદ કરાઈ છે.ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસતા ડાંગની ચારેય નદીઓ બે કાંઠે વહી રહી છે. ડાંગના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે, તો પ્રવાસીઓ ગીરા અને ગીરમાળ ધોધ જોવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે.