જુલાઇ 25, 2024 11:24 એ એમ (AM)

printer

ગઈકાલે ઇઝારાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં ફરી હુમલા કર્યા હતા.

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના અમેરિકી સંસદમાં સંબોધન પૂર્વે, ગઈકાલે ઇઝારાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં ફરી હુમલા કર્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દક્ષિણ ગાઝાના ખાન યૂનિસના પૂર્વીય રહેણાંક વિસ્તારો પર આ હમલો કરાયો હતો, જેને પગલે હજારો લોકોએ શરણ માટે પશ્ચિમ તરફ પલાયન કરવું પડ્યું.
ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલની સેનાએ કરેલા હુમલામાં 55 લોકના મોત થયા છે. જ્યારે કે યુદ્ધમાં અત્યાર સુધીમાં 39 હજારથી વધુ પેલેસ્ટિનિયન લોકોના મોત થયા છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહૂ આજે અમેરિકી સસંદમાં સંબોધન કરવાના છે, તેઓ રાષ્ટ્રપતિ જો બાઇડ સાથે પણ મુલાકાત કરવાના હતા. રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ફ્લોરિડામાં નેતન્યાહૂ સાથે મુલાકાત કરશે.