ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 19, 2025 9:13 એ એમ (AM)

printer

ગઇકાલે ધનતેરસ નિમિત્તે મહાલક્ષ્મીના પૂજન અને અર્ચના બાદ આજે કાળી ચૌદશ નિમિત્તે મંદિરોમાં વિશેષ હવન

રાજયભરમાં ગઇકાલે ધનતેરસની ઉજવણી બાદ આજે કાળી ચૌદસે મહુડીના ઘંટાકર્ણ મહાવીર સહિત રાજ્યના વિવિધ મંદિરોમાં આજે વિશેષ પૂજન અને હવન કરાશે.આજે મહકાળી મા, ભૈરવનાથ, હનુમાનથજી, ઘંટાકર્ણ મહાવીર તેમજ સમસ્ત રક્ષક દેવોની આરાધના-ઉપાસના કરવાનો દિવસ છે. મહુડી જૈન મંદિર ખાતે આજે વિશેષ હવન-જાપનું આયોજન કરાયું છે.ગઇકાલે રાજયભરમાં ધનતેરસની ઉજવણી કરાઇ. પંચમહાલના ગોધરામાં સોનીવાડ વિસ્તારમાં ધનતેરસ પર્વે સોના-ચાંદીની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા. કચ્છના ભુજમાં સ્મૃતિવન ખાતે ગઈકાલે ધનતેરસ નિમિત્તે 51 હજાર દીવડા પ્રગટાવી દીપોત્સવ ઉજવાયો.