ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 21, 2024 7:56 પી એમ(PM)

printer

ગંભીર ચક્રવાત વાવાઝોડું “દાના” 24 ઑક્ટોબરે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા

ગંભીર ચક્રવાત વાવાઝોડું “દાના” 24 ઑક્ટોબરે રાત્રે અંદાજે 120 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ સાથે પુરી અને મહાસાગર ટાપુ વચ્ચે ઉત્તર ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાનેપાર કરે તેવી શક્યતા છે. દરમિયાન ઓડિશા સરકાર દરિયાકાંઠાના જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં રહેતાલોકોને સલામત સ્થળ પર લઈ જવાની તૈયારી કરી રહી છે. ચક્રવાત આશ્રયસ્થાનોને તૈયારરખાયા છે, જ્યાં પીવાના પાણી અને બત્તીની વ્યવસ્થાકરવામાં આવી છે. વરિષ્ઠ અધિકારીઓને રાહત અને બચાવ કામગીરીની દેખરેખ માટે ચક્રવાતઅસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા કહેવાયું છે. માછીમારોને પણ આવતીકાલ સુધીમાં દરિયામાંથીપરત આવવા જણાવાયું છે. ભુવનેશ્વરમાં વિશેષ રાહત આયુક્ત કાર્યાલયમાં ચોવીસે કલાક ચાલુ રહેતા નિયંત્રણખંડ બનાવાયો છે. આ તરફ હવામાન વિભાગે બુધવારથી શુક્રવાર સુધી દરિયાકાંઠાના મોટા ભાગના જિલ્લાઓ અને ઓડિશાનાં આંતરિક જિલ્લાઓમાં ભારેવરસાદની આગાહી વ્યક્ત કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.