ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 17, 2025 7:08 પી એમ(PM) | યોજના

printer

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં 3 હજાર 15 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં 3 હજાર 15 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ છે. જે ગયા વર્ષની સરખામણીએ 700 કરોડ રૂપિયા વધુ છે. આ યોજના હેઠળ વર્ષ 2024-25માં 16 લાખથી વધુ મહિલાઓને 2 હજાર 100 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય ચૂકવાઈ છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019માં આ યોજના હેઠળ વિધવા મહિલાઓને આપવામાં આવતી માસિક આર્થિક સહાય વધારીને 1 હજાર 250 રૂપિયા કરવામાં આવી હતી, તેમજ આ રકમ લાભાર્થી મહિલાઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ