સપ્ટેમ્બર 30, 2025 9:41 એ એમ (AM)

printer

ગંગાનું સંરક્ષણ ફક્ત પર્યાવરણીય પ્રયાસ નથી-પણ ભારતીય સાંસ્કૃતિક વારસા, શ્રદ્ધા અને લોકોની જીવનરેખા સાથેનું જોડાણ છે – કેન્દ્રીય જળ શક્તિ મંત્રી

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલે ભારપૂર્વક જણાવ્યું છે કે ગંગાનું સંરક્ષણ ફક્ત પર્યાવરણીય પ્રયાસ નથી, પરંતુ તે ભારતના સાંસ્કૃતિક વારસા, શ્રદ્ધા અને લાખો લોકોની જીવનરેખા સાથે આંતરિક રીતે જોડાયેલું છે.શ્રી પાટિલે નવી દિલ્હીમાં ગંગા કાયાકલ્પ પર સશક્ત ટાસ્ક ફોર્સની 16મી બેઠકમાં આ સિદ્ધિઓ પર સંતોષ વ્યક્ત કરતા, કેન્દ્રીય મંત્રીએ ભાર મૂક્યો કે ટાસ્ક ફોર્સ દ્વારા ગયા વર્ષ દરમિયાન લેવામાં આવેલા લગભગ 80 ટકા મુદ્દાઓ સફળતાપૂર્વક ઉકેલાઈ ગયા છે.કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલે ગંગા બેસિનના તમામ રાજ્યોને કેન્દ્રીય જળ આયોગની તકનીકી માર્ગદર્શિકા લાગુ કરવા વિનંતી કરી, ભાર મૂક્યો કે સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવૃત્તિઓનું નિયમન કરવા માટે આવા નિયમન આવશ્યક છે. આ બેઠકમાં વિવિધ મંત્રાલયો અને રાજ્ય સરકારોના મુખ્ય હિસ્સેદારો, NMCG અને ભાગ લેનારા રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.