ડિસેમ્બર 15, 2024 7:23 પી એમ(PM)

printer

ખ્યાતિકાંડ કેસના આરોપી રાજશ્રી કોઠારીને અમદાવાદની ગ્રામ્ય કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજુર કર્યા

ખ્યાતિકાંડ કેસના આરોપી રાજશ્રી કોઠારીને અમદાવાદની ગ્રામ્ય કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
ખ્યાતિ મલ્ટી હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારીની 32 દિવસ બાદ અમદાવાદની ગુનાશોદક શાખાએ ગઇકાલે રાજસ્થાનથી ધરપકડ કરી હતી. પોલીસે આજે આ કેસમાં વધુ તપાસ કરવા માટે દસ દિવસના રિમાન્ડનની માંગણી કરી હતી. બંને પક્ષોના વકીલોએ દલીલો કરી હતી. અંતે અમદાવાદની ગ્રામ્ય કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા