ફેબ્રુવારી 15, 2025 3:26 પી એમ(PM)

printer

ખોરાક અને ઔષધ નિયમન વિભાગે આજે પાટણમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો

ખોરાક અને ઔષધ નિયમન વિભાગે આજે પાટણમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે શહેરના ઘી બજારમાંથી એક એફબીઓ પાસેથી વિવિધ ઘીના ચાર નમૂનાઓ તથા ઓઇલના બે નમૂનાઓ લઈ કુલ એક હજાર 59 કિલો ઘી અને 86 કિલો તેલ મળી આવ્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન વિભાગે અંદાજે સાડા 6 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી.