ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 13, 2025 6:59 પી એમ(PM)

printer

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 41 લાખ રૂપિયાના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી દરોડામાં 41 લાખ રૂપિયાના ભેળસેળયુક્ત-શંકાસ્પદ ખાદ્ય પદાર્થોની જપ્તી અને નાશ કરાયો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ 13 દરોડા દરમિયાન કુલ 8 હજાર 684 કિલો જપ્ત કરાયેલા જથ્થામાંથી 2 હજાર 861 કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો.
ઉલ્લેખનીય છે દિવાળીના તહેવાર પૂર્વે રાજયમાં 3થી 11 ઑક્ટોબર દરમિયાન તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશનું આયોજન કરાયું હતું, જેમાં ઘી, દૂધ-દૂધ ઉત્પાદનો, તેલ, મીઠાઈ અને બેકરી આઈટમ સહિતના કુલ 2 હજાએ 799 ખાદ્ય નમૂનાઓ એકત્ર કરાયા હતા.