જુલાઇ 30, 2025 11:33 એ એમ (AM)

printer

ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ચાર શહેરમાંથી 17 લાખ રૂપિયાની કિંમતની બનાવટી દવાઓ જપ્ત કરી

F.D.C.A. – ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-એ ચાર શહેરમાં બનાવટી દવાઓ વેચતા લોકો અને આરોગ્ય સંસ્થાઓ પર દરોડા પાડ્યા.
દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાંથી અંદાજે 17 લાખ રૂપિયાની બનાવટી ઍલોપેથિક દવાઓ જપ્ત કરવામાં આવી. તેમજ 20 દવાના નમૂના ચકાસણી માટે મોકલાયા.
આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉક્ટર એચ. જી. કોશિયાએ કહ્યું, આ ચારેય શહેરમાંથી મળેલી બનાવટી દવાઓમાં પ્રાથમિક દ્રષ્ટિએ ચોકનો પાઉડર હોવાનું જણાયું છે. તેમજ પહોંચ વગર 50 ટકા ભાવમાં અન્ય રાજ્યમાંથી રોકડેથી ખરીદી કરી દવાનું બજારમાં વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.