માર્ચ 27, 2025 10:11 એ એમ (AM)

printer

ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ખેડાના નડિયાદમાંથી 3 હજાર કિલોથી વધુ ભેળસેળયુક્ત ઘી જપ્ત કર્યું.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નડિયાદની શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડકટસ પાસેથી ત્રણ હજાર એક સો કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કરી લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યો છે. જેની અંદાજીત કિંમત આશરે 8 લાખ રૂપિયાથી વધુ છે. તેમજ કંપનીના લાયસન્સને તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.આ પહેલા બે વાર આ વેપારીને ઘીમાં ભેળસેળ માટેના બે અલગ-અલગ કેસમાં 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.