ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા G.I.D.C. ડીસા ખાતે સંયુક્ત રેડ કરાઈ હતી. જેમાં 734 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો. તંત્રની ટીમ દ્વારા બહુચર ડેરી પ્રોડક્ટસ સામે આ કાર્યવાહી કરાઈ હતી.આ તપાસ દરમ્યાન પેઢીના માલિક શંકાસ્પદ ઘીનું વેચાણ તથા ઉત્પાદન કરતા હોવાનું માલુમ પડેલુ જેના આધારે ઘીના નમુનાઓ લેવામાં આવ્યા હતા અને ચકાસણી અર્થે ફુડ એનાલીસ્ટ, સરકારી લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બાકીનો ઘીનો ચાર લાખ રૂપિયાથી વધુની કિંમતનો 734 કિલો જથ્થો જપ્ત કરાયો હતો.આ મામલે જવાબદારો સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ આગામી કામગીરી કરવાની પ્રક્રીયા હાથ ધરાઈ છે.
Site Admin | ઓક્ટોબર 8, 2025 9:47 એ એમ (AM)
ખોરાક અને ઔષધ તંત્રએ ડીસામાં સંયુક્ત રેડ કરીને 734 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો
