સરકારી વકિલ, નોટરી ઓફિસરની ખોટી ઓળખ આપીને 19 કરોડ રૂપિયા કરતાં વધુની છેતરપિંડી કરીને ફરિયાદને ડિજીટલ એરેસ્ટ કરનારા આઠ આરોપીઓની ગુજરાત સ્ટેટ સાયબર સેલે ધરપકડ કરી છે.અલગ અલગ સ્થળોએથી અને અલગ અલગ બેંકમાંથી છેતરપિંડીના નાણા અલગ અલગ બેંકોમાંથી ચેક દ્વારા ઉપાડતા હોવાની માહિતી ગુજરાત સ્ટેટ ક્રાઇમ સેલને મળી હતી.જેને લઇને તપાસ બાદ જામનગર, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારના આઠ આરોપીઓ ધરપકડ કરીને સાયબર ક્રાઇમ સેલે વધુ પૂછપરછ હાથ ધરી છે.
Site Admin | ઓગસ્ટ 2, 2025 9:30 એ એમ (AM)
ખોટી ઓળખ આપીને 19 કરોડ રૂપિયા કરતાં વધુની છેતરપિંડી કરીને ડિજીટલ એરેસ્ટ કરનારા આઠ આરોપીઓની ગુજરાત સ્ટેટ સાયબર સેલે ધરપકડ કરી