જાન્યુઆરી 2, 2025 3:26 પી એમ(PM)

printer

ખેલ મહાકુંભ 3.0ની તૈયારીના ભાગરૂપે આજે ગાંધીનગર જિલ્લાના રાંધેજા ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા

ખેલ મહાકુંભ 3.0ની તૈયારીના ભાગરૂપે આજે ગાંધીનગર જિલ્લાના રાંધેજા ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. ખેલમહાકુંભનાં ભાગ રૂપે ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે તાલુકા લેવલની વોલીબોલ, દોરડા ખેંચ,કબડ્ડી, ખોખો,એથ્લેટીક્સ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. સ્પર્ધામાં વિજેતા બનનાર ખેલાડી તાલુકા સ્તરે રમશે. કુલ 380 ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.