ખેલ મહાકુંભ લોન ટેનિસ મેન્સ ડબલ્સમાં શિરીષ સુતરિયા અને હરીશ અસનાની જોડીએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરના સેક્ટર-21 સચિવાલય જીમખાના ખાતે યોજાયેલી રોમાંચક ફાઈનલમાં આ જોડીએ દિલીપ ઠાકર અને હિતેન્દ્ર સેઇલરને સામે 6-2 થી જીત મેળવી ગાંધીનગર શહેરનું ગૌરવ વધાર્યું. ઉલ્લેખનીય છે કે શિરીષ સુતરિયાએ 2025ના ખેલ મહાકુંભની લોન ટેનિસની સ્પર્ધામાં પણ રજત ચંદ્રક જીત્યો હતો.
Site Admin | જાન્યુઆરી 21, 2026 8:17 પી એમ(PM)
ખેલ મહાકુંભ લોન ટેનિસ મેન્સ ડબલ્સમાં શિરીષ સુતરિયા અને હરીશ અસનાની જોડીએ સુવર્ણ ચંદ્રક જીત્યો