રાજ્યભરમાં ચાલી રહેલા ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કાનાં ભાગ રૂપે રાજકોટમાં આજે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, ૨૦૧૦ માં ખેલ મહાકુંભનો પ્રારંભ થયા બાદ ૧૫ વર્ષના ગાળામાં ૬૬ લાખથી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ રમતગમતનો વ્યાપ વધે તે માટે ખેલ મહાકુંભ જેવા આયોજનો જરૂરી હોવાનું જણાવ્યું.
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, રાજકોટના ઉપક્રમે શરૂ થયેલી ઓપન એજ ગ્રુપ તેમજ ૪૦ અને ૬૦ વર્ષ ઉપરના ભાઇઓ અને બહેનો માટેની આ સ્પર્ધા 21 એપ્રિલ સુધી ચાલશે.
Site Admin | એપ્રિલ 17, 2025 3:19 પી એમ(PM)
ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કાનાં ભાગ રૂપે રાજકોટમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ
