ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 20, 2024 7:32 પી એમ(PM)

printer

ખેલો ઈન્ડિયા અસ્મિતા મહિલા લીગ દ્વારા રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થયો છે : રમતગમત મંત્રી મનસુખ માંડવિયા

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ખેલો ઈન્ડિયા અસ્મિતા મહિલા લીગ દ્વારા રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે આજે કેરળના તિરુવનંતપુરમમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની લક્ષ્મીબાઈ નેશનલ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં ત્રણસો પથારીવાળી મહિલા હોસ્ટેલનું ઉદ્ઘાટન કરતી વખતે આમ જણાવ્યું હતું.. શ્રી માંડવીયાએ ખેલાડીઓને રમતગમતને માત્ર સરકારી નોકરી મેળવવાનો માર્ગ ન ગણવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે દેશ માટે રમીને ચંદ્રક જીતીને દેશનું ગૌરવ વધારવાનો ઉદ્દેશ રાખવો જોઈએ.
શ્રી માંડવિયાએ ઓલિમ્પિક, એશિયાડ અને અન્ય આંતરરાષ્ટ્રીય રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓનું સન્માન કર્યું હતું. તેમણે અર્જુન પુરસ્કાર વિજેતા પદ્મિની થોમસ, એસ ઓમાનકુમારી, ગીતુ અન્ના જોસ, સાજી થોમસ અને વી ડીજુનું પણ સન્માન કર્યું હતું.