ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવ 2025નો લદ્દાખના લેહમાં આરંભ થયો છે. નવાંગ દોરજે સ્ટોબદાન (NDS) સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉદ્ઘાટન સમારોહ સાથે શરૂઆત થઈ હતી. શિયાળુ રમતગમતના
ખેલાડીઓ માટે ખેલો ઇન્ડિયા 2025 બે અલગ અલગ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 23 થી 27 જાન્યુઆરી દરમિયાન લદ્દાખમાં યોજાશે.
લદ્દાખમાં બે રમતો – આઈસ હોકી અને આઈસ સ્કેટિંગનું આયોજન કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીર 22 થી25 ફેબ્રુઆરી દરમિયાન બીજા
તબક્કાનું આયોજન કરશે.
જમ્મુ અને કાશ્મીરમાં આલ્પાઇન સ્કીઇંગ, નોર્ડિક સ્કીઇંગ, સ્કીપર્વતારોહણ અને સ્નોબોર્ડિંગ એ ચાર રમતો યોજાશે. રમતોનો પહેલો તબક્કો ગુલમર્ગના કાંગદૂરી ખાતે અને બીજો તબક્કો ગોલ્ફ કોર્સ ક્લબ ખાતે યોજાશે. ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવ ભારત સરકારની પહેલનો એક ભાગ છે. આ વર્ષનો આ પહેલો ખેલો ઇન્ડિયા કાર્યક્રમ હશે. ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવ 2025માં રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાકીય સંગઠનોની 19 ટીમોના ચારસોથી વધુ ખેલાડીઓ છ રમતોમાં ભાગ લેશે. હિમાચલ પ્રદેશમાં 78 ખેલાડીઓ સાથે સૌથી વધુ ટુકડી છે. હરિયાણાએ 62 સભ્યોની ટીમ મોકલી છે જ્યારે સહ-યજમાન લદ્દાખમાં 52 ખેલાડીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે.