ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવનો આજે બિહારના પટના ખાતે પ્રારંભ થશે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ રમતો 15મે સુધી યોજાશે, આ સ્પર્ધામાં 18 વર્ષથી ઓછી ઉંમરના આઠ હજાર 500થી વધુ યુવાઓ ભાગ લેશે પટના, રાજગીર, ગયા, ભાગલપુર અને બેગુસરાય સહિત છ અલગ અલગ શહેરોમાં કુલ 28 રમતો રમાશે.ઉદ્ઘાટન સમારોહમાં બિહારના વારસા અને ઇતિહાસનું પ્રદર્શન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વીડિયો સંદેશ દ્વારા સહભાગીઓને સંબોધિત કરશે. દૂરદર્શન સ્પોર્ટ્સ તમામ ઇવેન્ટ્સનું પ્રસારણ કરશે, આ ઉપરાંત ખેલો ઇન્ડિયા ઇવેન્ટ્સનું ઓલિમ્પિક્સ દ્વારા તેના વેબ પોર્ટલ દ્વારા લાઇવ પ્રસારણ કરવામાં આવશે.
Site Admin | મે 4, 2025 9:55 એ એમ (AM)
ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવનો આજે બિહારના પટના ખાતે રંગારંગ પ્રારંભ થશે
