ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ–2026માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખેલાડી પ્રગતિ પ્રજાપતિની પસંદગી થઈ છે. તે યુવા બાબતો અને ખેલ મંત્રાલય તથા ભારતીય રમતગમત સત્તામંડળ દ્વારા 5 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાનાર બીજી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ–2026માં ભાગ લેશે. આ સ્પર્ધામાં દેશભરના શ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લેશે, જેમાં બીચ કબડ્ડી એક મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક રમત તરીકે સમાવિષ્ટ છે.
ઉલ્લેખનીય છે કે, ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ–2026માં બીચ સોકર, બીચ વોલીબોલ, બીચ કબડ્ડી, પેન્કાક સિલાટ અને ઓપન વોટર સ્વિમિંગ જેવી સ્પર્ધાત્મક રમતોનો સમાવેશ કરાયો છે.
Site Admin | ડિસેમ્બર 23, 2025 7:53 પી એમ(PM)
ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ–2026માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખેલાડી પ્રગતિ પ્રજાપતિની પસંદગી