ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 28, 2025 10:07 એ એમ (AM)

printer

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં 59 ચંદ્રકો સાથે ગુજરાત છઠ્ઠા ક્રમે.

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કુલ 59 ચંદ્રકો સાથે ગુજરાત છઠ્ઠા ક્રમે રહ્યું છે. ગઈ કાલે દિલ્હીમાં પૂર્ણ થયેલી આ સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓએ 12 સુવર્ણ, 24 રજત અને 23 કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે.ટેબલ ટેનિસમાં રાજ્યનાં ખેલાડીઓએ ચાર સુવર્ણ, 5 રજત અને 12 કાંસ્ય સહિત 21 ચંદ્રક જીત્યા છે. જેમાં યેઝદી અસ્પી ભામગરા અને ભાવિકા કુકડિયાએ સુવર્ણ ચંદ્રક જીત્યો જ્યારે વિકાસ ઠાકુર અને જામાની નૂરજહાંએ વિવિધ કેટેગરીમાં રજત ચંદ્રક જીત્યો હતો. ભાવનગરના અલ્પેશ સુતરીયાએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.