રાજ્યભરમાં છ અને સાત ડિસેમ્બરે “રવિ કૃષિ મહોત્સવ 2024”નું આયોજન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી આ મહોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, આ આયોજનથી કૃષિ વૈજ્ઞાનિકોને ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ સમજવામાં સરળતા થઈ તેમજ ખેડૂતોની સમસ્યાને અનુરૂપ સંશોધનો કરવામાં પણ તેમને સફળતા મળી.
શ્રી પટેલે ઉમેર્યું કે, ‘આ મહોત્સવ થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો “લેબ ટૂ લેન્ડ” એટલે કે, “પ્રયોગશાળાથી જમીન”નો મંત્ર ચરિતાર્થ થયો છે. આ આયોજનથી ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો તેમજ તજજ્ઞો વચ્ચેનું અંતર દૂર થયું છે.’
Site Admin | ડિસેમ્બર 4, 2024 8:32 એ એમ (AM)
ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહેલો “રવિ કૃષિ મહોત્સવ” છ અને સાત ડિસેમ્બરે યોજાશે
