ખેડૂતો પાસેથી આજથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે મગના પાક માટે ટેકાનો ભાવ 8 હજાર 682 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ 2024-25માં ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર 55 હજાર 610 હેક્ટર, ઉત્પાદન 70 હજાર 870 મેટ્રિક ટન તથા ઉત્પાદકતા 1 હજાર 274.27 કિગ્રા પ્રતિ હેક્ટર છે.ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર રાજ્યના કુલ 23 હજાર 488 ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્યમાં ઉનાળુ મગના વાવેતરને ધ્યાને લઈને PSS હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ 17 હજાર 713 મેટ્રીક ટન જથ્થાની ખરીદી કરવામાં આવશે. ઉનાળું મગની સરેરાશ ઉત્પાદકતા ધ્યાને લેતા પ્રતિ ખેડૂત મહત્તમ 1 હજાર 500 કિગ્રા મગનો જથ્થો ખરીદવામાં આવશે
Site Admin | જૂન 14, 2025 9:47 એ એમ (AM)
ખેડૂતો પાસેથી આજથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરૂ કરવામાં આવશે
