ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ખેડૂતોને ચાર કલાક વધુ વીજળી આપવા મોઢવાડિયાની ઊર્જા મંત્રીને રજૂઆત

પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈને પત્ર લખીને તેમજ રૂબરુ મુલાકાત કરીને ખેડૂતોને વધુ સમય વીજળી આપવા માટે રજૂઆત કરી હતી. જે અંગે ઊર્જા મંત્રીએ વધુ વીજળી પૂરી પાડવા માટેની ખાતરી આપી હતી.
ઊર્જા મંત્રી કનુ દેસાઈને કરેલી રજૂઆતમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતા ખેડુતોનો પાક માટે પીયતની જરૂરિયાત ઉભી થઈ છે. જેથી ખેડૂતોને દૈનિક 8 કલાક વીજળી મળે છે તેના સમયમાં વધારો કરીને 12 કલાક વિજળી આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.
ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબજ ભારે અને સારો વરસાદ થતાં ખેડૂતોને મગફળી સહિતનો પાક ખૂબ જ સારો થાય તેવી સંભાવના છે. ત્યારે ખેડૂતોને વધુ સમય માટે વીજળી મળે તે જરૂરી છે.
અર્જુન મોઢવાડિયાની આ રજૂઆતના સંદર્ભમાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ વધુ વીજળી પૂરી પાડવા અને વીજ ફોલ્ટના બનાવોમાં તાત્કાલિક પગલાં લેવા માટે વધુ ટીમો ફાળવવાની બાહેંધરી આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.