ડિસેમ્બર 18, 2024 6:54 પી એમ(PM)

printer

‘ખેડૂતોના શિયાળુ પાકના વાવેતર માટે પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી પૂરું પડાશે.’ :પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

રાજ્યના ખેડૂતો નિશ્ચિંત થઈને શિયાળુ પાકનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટેનું પાણી પૂરું પાડશે. ગાંધીનગરમાં યોજાયેલા મંત્રીમંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માધ્યમોને માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ જણાવ્યું હતું.

શ્રી પટેલે જણાવ્યું કે, આ વર્ષ દરમિયાન થયેલા વરસાદના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં 88 ટકા એટલે કે, સાત લાખ 85 હજાર MCFTથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષની સરખામણીએ ચાર ટકા વધુ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.