ખેડા જિલ્લામાં 14 નવેમ્બરે શરૂ થયેલા “ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 4 હજાર 771 લિટરથી વધુ દૂધ એકત્રિત કરવામાં આવ્યું છે. માતર, નડિયાદ, વસો, મહેમદાવાદ અને કઠલાલની દૂધ મંડળીઓ દ્વારા એકત્રિત કરાયેલા દૂધનો દરરોજ 3 હજારથી વધુ બાળકોને તેનો લાભ મળી રહ્યો છે.
“ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાન અંતર્ગત જ્યારે ગામના પશુપાલક ભાઈ-બહેન દૂધ ડેરી પર જમા કરવા આવે છે ત્યારે ત્યાં રાખેલ ‘આશીર્વાદ પાત્ર’ માં તેઓ પોતાની ઈચ્છા શક્તિ મુજબ ૧૦, ૩૦, ૫૦ મિલી કે વધુ પ્રમાણમાં દૂધનું દાન કરે છે. આ દૂધ સીધું આંગણવાડીના કુપોષિત બાળકોને મળી રહે તે માટે આંગણવાડી બહેનો દ્વારા તેનું આયોજનબદ્ધ વિતરણ કરવામાં આવે છે.
Site Admin | ડિસેમ્બર 9, 2025 3:05 પી એમ(PM)
ખેડા જિલ્લામાં 14 નવેમ્બરે શરૂ થયેલા “ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 4 હજાર 771 લિટરથી વધુ દૂધ એકત્રિત કરવામાં આવ્યું