જુલાઇ 24, 2025 3:35 પી એમ(PM)

printer

ખેડા જિલ્લાનાં ઠાસરા તાલુકાના કોટલીંડોરા અને ગળતેશ્વર તાલુકાના સોનીપુર ખાતે પ્રાકૃતિક ખેતી ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાઇ ગયો.

ખેડા જિલ્લાનાં ઠાસરા તાલુકાના કોટલીંડોરા અને ગળતેશ્વર તાલુકાના સોનીપુર ખાતે પ્રાકૃતિક ખેતી ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના પ્રોજેક્ટ મેનેજર હેરાજ પટેલે ખેડૂતોને જંતુનાશકોના ઉપયોગ વિના કુદરતી પદ્ધતિઓ અપનાવીને ખેતી કરવા માટે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ સમજાવ્યા હતા. ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ખેતી સહાયક સોઢા દલપતસિંહે જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત જેવા જૈવિક ખાતરો અને જંતુનાશકો બનાવવાની રીતો તેમજ તેના ઉપયોગ વિશે પ્રાયોગિક ઉદાહરણો સાથે સમજણ આપી હતી.
કાર્યક્રમના અંતે, ઘણા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો અને આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાય તેવી આશા વ્યક્ત કરી હતી.